આ વિડિયોની સાથે પોસ્ટમાં લખેલું છે, ‘અમે જે રેસ્ટોરાંમાં જમવા ગયા ત્યાં અમારી બાજુના ડિનર-ટેબલ પર સ્ટાફ-મેમ્બર દ્વારા ચીઝ પુલ ચૅલેન્જ પર્ફોર્મ થઈ હતી. આ માણસે ચૅલેન્જ લીધી અને જીતી ગયો.’
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
ભલે ઑથેન્ટિક ઇટાલિયન પીત્ઝામાં દોથા ભરી-ભરીને ચીઝ નથી હોતું છતાં ભારત સહિત અનેક દેશોમાં ચીઝ અને પીત્ઝા એ બે જાણે પર્યાય બની ગયાં છે. ચીઝ બર્સ્ટ થતું હોય એવા પીત્ઝાના લવર્સ માટે સોશ્યલ મીડિયા પર એક અનોખો અલ્ટિમેટ ચીઝી પીત્ઝા વાઇરલ થયો છે. એ ક્યાં મળે છે એની ખબર નથી, પરંતુ એની અંદરનું મોઝરેલા ચીઝ જેટલું લાંબું થાય છે એ જોતાં ખરેખર આપણું મોઢું પહોળું થઈ જાય છે. ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ phoeb3teo અને loongfei પર શૅર થયેલા એક વિડિયોમાં એક માણસ ખુરસી પર બેસીને પીત્ઝાની એક સ્લાઇસ ઊંચી કરે છે.
સ્વાભાવિક રીતે જ એમાંનું ચીઝ નીચે ખેંચાય છે. પેલો માણસ હાથ ઊંચો અને વધુ ઊંચો કરતો જાય છે. એ પછી પણ ચીઝ પુલિંગ એટલું જ સરસ રીતે થઈ રહ્યું છે. પેલો માણસ હળવેકથી ઊભો થાય છે અને ચીઝ પુલ કરે છે એ પછી પણ વાત ત્યાં પૂરી નથી થતી. માણસ ચૅર પર ઊભો રહીને હાથ ઊંચો કરે છે ત્યાં સુધી ચીઝનો એક તાંતણો હજી ખેંચાયેલો રહે છે. આ ચીઝ ખેંચાઈ રહ્યું છે એ દરમ્યાન એની પાછળ એક સ્કેલબોર્ડ છે જે બતાવે છે કે ચીઝનો સ્ટ્રેચ કેટલો લાંબો થયો. વિડિયો પૂરો થાય છે ત્યારે ચીઝનો સ્ટ્રેચ ૧૮૦ ઇંચ એટલે કે લગભગ ૧૫ ફુટ જેટલો લાંબો થાય છે. આ કઈ રેસ્ટોરાંની ચૅલેન્જ છે એ વિડિયોમાં સ્પષ્ટ નથી થયું, પરંતુ આ વિડિયોની સાથે પોસ્ટમાં લખેલું છે, ‘અમે જે રેસ્ટોરાંમાં જમવા ગયા ત્યાં અમારી બાજુના ડિનર-ટેબલ પર સ્ટાફ-મેમ્બર દ્વારા ચીઝ પુલ ચૅલેન્જ પર્ફોર્મ થઈ હતી. આ માણસે ચૅલેન્જ લીધી અને જીતી ગયો.’


