અયોધ્યામાં ઈ-રિક્ષા ચાલકોએ લોકસભાના પરિણામો બાદ પ્રવાસીઓનો ધસારો ઘટવાથી નિરાશા વ્યક્ત કરી હતી. રામ મંદિરના ઉદ્ઘાટનના 4 મહિના બાદ જ ભાજપ ફૈઝાબાદની લોકસભા સીટ હારી ગઈ હતી. લોકસભા ચૂંટણીમાં ભાજપના લલ્લુ સિંહને સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદ સિંહે હરાવ્યા છે.