એર ઈન્ડિયાએ 10 ઓગસ્ટે તેના નવા લોગોનું અનાવરણ કર્યું હતું. તેનો આ નવો લોગો પ્રગતિશીલતા તરફનું લક્ષ્ય દર્શાવે છે. રિબ્રાન્ડિંગ ઈવેન્ટને સંબોધિત કરતી વખતે ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને કહ્યું હતું કે, “અમે એર ઈન્ડિયાને વિશ્વ કક્ષાની એરલાઈન બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. આજનો દિવસ એક મહત્વપૂર્ણ છે.”














