કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ 17 માર્ચે મણિ ભવન સંગ્રાહાલયથી તેમની `જન ન્યાય પદયાત્રા` શરૂ કરી હતી. યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા અને બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર તેમની સાથે હતા. સ્વરાએ સત્તારૂઢ ભાજપ સરકાર વિરુદ્ધ કેટલાક બોલ્ડ નિવેદનો આપ્યા હતા. તેણીએ શાસક સરકાર પર નફરતની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો.














