PM મોદીએ 12 જૂને ચક્રવાત બિપરજૉય સંબંધિત પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ અને અન્ય અધિકારીઓ પણ હાજર હતા. IMD મુજબ, ચક્રવાત 15 જૂને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વાવાઝોડા સાથે લેન્ડફોલ કરે તેવી સંભાવના છે. IMD એ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.