ઓડિશાના બાલાસોરમાં ગઈ કાલે સાંજે ત્રણ ટ્રેનો દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. બગનાગા રેલવે સ્ટેશન પાસે ભીષણ રેલ અકસ્માતમાં 233 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે, જ્યારે 900થી વધુ ઈજાગ્રસ્ત પ્રવાસીઓને વિભિન્ન હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. હવે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી દેવામાં આવી છે.














