મહા શિવરાત્રી 2024 ના વિશેષ અવસર પર મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં સ્થિત મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતી અને સવારની આરતી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, મહાશિવરાત્રિ પર ભગવાન શિવ અને દેવી પાર્વતીની સમગ્ર દેશમાં ભક્તો દ્વારા પૂજા કરવામાં આવે છે. હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન શિવે આ રાત્રે બીજી વાર તેમની દૈવી પત્ની મા શક્તિ સાથે લગ્ન કર્યા હતા