લોકસભા ચૂંટણીના 7માં તબક્કા માટે મતદાન ચાલુ છે. 8 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 57 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. ભાજપના મંડીના ઉમેદવાર કંગના રણોતે મતદાન મથક નંબર 78 પર મતદાન કર્યું. કોંગ્રેસે મંડી લોકસભા બેઠક માટે વિક્રમાદિત્ય સિંહને મેદાનમાં ઉતાર્યા છે. મીડિયા પ્રતિનિધિઓ સાથે વાત કરતાં કંગના રણોતે કહ્યું, "હું લોકોને લોકશાહીના તહેવારમાં ભાગ લેવા અને મતદાનનો અધિકાર પ્રયોજવાનો અનુરોધ કરું છું. હિમાચલ પ્રદેશમાં પીએમ મોદીની લહેર છે. મને આશા છે કે મંડીના લોકો મને આશીર્વાદ આપશે અને અમને રાજ્યની તમામ 4 બેઠકો મળશે. હિમાચલ પ્રદેશની 4 બેઠકો `400 પાર`માં યોગદાન આપશે."