જન્માષ્ટમની 2023ના વિશેષ અવસર પર ભક્તો બેંગલુરુના ઇસ્કોન મંદિરમાં ઉમટી પડ્યા હતા. જ્યારે મથુરા શહેર આ તહેવાર માટે સજ્જ છે. જન્માષ્ટમી આ વર્ષે 6 અને 7 સપ્ટેમ્બરે સમગ્ર દેશમાં ઉજવવામાં આવશે. જન્માષ્ટમી આપણા દેશનો એક શુભ તહેવાર છે અને લોકો ભગવાન કૃષ્ણના જન્મને ખૂબ જ આનંદ અને ઉત્સાહથી ઉજવે છે. ગુજરાતના રાજકોટમાં તો પાંચ દિવસીય જન્માષ્ટમી મેળાનો પ્રારંભ થયો હતો.














