હિમાચલ પ્રદેશના કેટલાક જિલ્લાઓ માટે ભારે વરસાદની ચેતવણી સાથે આગામી 24 થી 48 કલાક માટે `રેડ` એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે કુલ્લુ જિલ્લામાં ભૂસ્ખલન થવાની ઘટનાઓ બની છે અને બિયાસ નદીમાં પૂરની પરિસ્થિતી સર્જાઈ છે. "સુરક્ષિત રહો, પૂર અને ભૂસ્ખલન માટે તૈયાર રહો," IMD વિભાગે સ્થાનિકો અને મુસાફરોને ચેતવણી આપી છે. કુલ્લુમાં વહેતી બિયાસ નદીના પાણીના પ્રવાહથી નેશનલ હાઈવે 3 નો એક ભાગ ધોવાઈ ગયો હતો. ભારે વરસાદને કારણે નદીઓના જળસ્તરમાં વધારો થયો અને મંડીના સ્થાનિકોએ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. IMD એ હિમાચલના લાહુલ અને સ્પીતિ જિલ્લામાં પૂર અને હિમપ્રપાતની ચેતવણી પણ આપી છે.