ISRO એ 29 ઓગસ્ટે ચંદ્રયાન-3 રોવર વિશે મુખ્ય અપડેટ શૅર કર્યું હતું. ISROએ જણાવ્યું કે રોવરના ઓનબોર્ડ ઇન્સ્ટ્રુમેન્ટ જેને લેસર-ઇન્ડ્યુસ્ડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપી તરીકે ઓળખવામાં આવે છે તેણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સલ્ફરની હોવાની પુષ્ટિ કરી છે. 28 ઓગસ્ટના રોજ ઈસરોએ માહિતી આપી હતી કે પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર 4-મીટર વ્યાસનો ખાડો જોવા મળ્યો હતો. ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતરાણ કરનાર અમેરિકા, ચીન અને રશિયા પછી ભારત ચોથું દેશ બન્યું છે.














