વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૩ ફેબ્રુઆરીએ અબુ ધાબીમાં `અહલાન મોદી` કાર્યક્રમમાં ભારતીય ડાયસ્પોરા સભ્યોને સંબોધિત કર્યા હતા. કાર્યક્રમને સંબોધિત કરતી વખતે, તેમણે `મોદીની ગેરંટી` વિશે વાત કરી હતી. તેમણે કહ્યું, “મોદીએ ગેરંટી આપી છે કે તેમના ત્રીજા કાર્યકાળમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. મોદી કી ગેરંટી યાની ગેરંટી પુરા હોને કી ગેરંટી.” PM મોદી UAE ની મુલાકાત દરમિયાન UAE ના રાષ્ટ્રપતિ HH મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાને એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. નેતાઓએ દ્વિપક્ષીય બેઠક યોજી, સંબંધોને મજબૂત કરવા માટે તેમની પ્રતિબદ્ધતા દર્શાવી.














