કેન્દ્રીય રમતગમત પ્રધાન મનસુખ માંડવિયા, આજે ભારતીય સાયકલિંગ સમુદાયના અગ્રણી સભ્યો, FIT ઇન્ડિયા, સાઇકલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા, BYCS ઇન્ડિયા અને ભારતના વિવિધ શહેરોના સાયકલ મેયરોને મળ્યા હતા. આ બેઠકમાં ભારતમાં સાયકલિંગની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવા અને તેના ભાવિ વિકાસ માટે વ્યૂહરચના ઘડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. પ્રધાન મનસુખ માંડવિયાએ પરિવહનના ટકાઉ અને સ્વસ્થ માધ્યમ તરીકે સાયકલ ચલાવવા માટે તેમનું મજબૂત સમર્થન વ્યક્ત કર્યું. તેમણે સાયકલિંગ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અને સાઇકલ સવારો માટે અનુકૂળ વાતાવરણ બનાવવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. "પૅશનથી આપણે હવે સાયકલ ચલાવવાને ફેશન બનાવવી છે", માંડવિયાએ તેમના પ્રારંભિક વક્તવ્યમાં કહ્યું હતું. "રોજિંદા જીવનમાં સાયકલનો ઉપયોગ કરવા માટે સર્જનાત્મક રીતો વિશે વિચારો અને તેને આકર્ષક દરખાસ્ત બનાવો", એવી સાયકલિંગ સમુદાયને તેમણે વિનંતી કરી હતી.
26 October, 2024 09:40 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent