નારાયણ સાઈ (ફાઇલ તસવીર)
Updated
2 months 3 days 15 hours 20 minutes ago
08:39 PM
News Live Updates: નારાયણ સાંઈને જામીન મળ્યા, 11 વર્ષ પછી જોધપુર જેલમાં પિતા આસારામને મળશે
આસારામ બાપુ છેલ્લા 11 વર્ષથી જેલમાં છે. જેના કારણે નારાયણ સાંઈ તેમના પિતાને મળી શક્યા નથી. આથી ગુજરાત હાઈકોર્ટે માનવતાના ધોરણે નારાયણ સાંઈની તેના પિતાને મળવાની અરજી સ્વીકારી છે. નારાયણ સાંઈને ખાસ વિમાન દ્વારા સુરત જેલમાંથી જોધપુર લઈ જવામાં આવશે અને 4 કલાક સુધી પિતા આસારામને મળી શકશે.
Updated
2 months 3 days 16 hours 38 minutes ago
07:21 PM
News Live Updates: મુંબઈમાં ફરી વરસાદ જોર પકડશે
મુંબઈના ઘણા વિસ્તારોમાં વરસાદ પડશે. હાલમાં વરસાદના વાદળ કલ્યાણની નજીક છે અને પશ્ચિમ તરફ ટ્રેકિંગ કરવાથી આગામી કલાક સુધી મુંબઈ અને થાણેમાં ભારે વરસાદ પડશે. મુંબઈગરાઓ માટે ઘરની અંદર જ રહેવાની સલાહ છે.
Updated
2 months 3 days 19 hours 29 minutes ago
04:30 PM
News Live Updates: બાબા સિદ્દીકી મર્ડર કેસમાં ચાર વધુ આરોપીઓની ધરપકડ
એનસીપી (અજિત પવાર જૂથ)ના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી જેમાં અનેક આરોપીઓના સંડોવાયેલા હોવાના સમાચાર આવી રહ્યા છે. કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આજે અન્ય ચાર આરોપીઓની ધરપકડના સમાચાર આવી રહ્યા છે.
Updated
2 months 3 days 19 hours 55 minutes ago
04:04 PM
News Live Updates: ઝીશાન સિદ્દીકી મળ્યા ડેપ્યૂટી સીએમ ફડણવીસને
જીશાન સિદ્દીકી નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને તેમના સત્તાવાર નિવાસસ્થાન પર મળ્યા, જોઈન્ટ કમિશનર ક્રાઈમ, લક્ષમી ગૌતમ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી પણ હાજર હતા.