કૉન્ગ્રેસના નેતા નવજોત સિંહ સિધુને ૧૯૮૮ના રોડ રેજ હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એક વર્ષની સખત સજા કરવામાં આવ્યાને એક દિવસ બાદ તેઓ ગઈ કાલે પટિયાલામાં કોર્ટ સમક્ષ સરેન્ડર થયા હતા.
પટિયાલામાં ગઈ કાલે કોર્ટ સમક્ષ સરેન્ડર કરી રહેલા કૉન્ગ્રેસના નેતા નવજોત સિંહ સિધુ. પી.ટી.આઇ.
પટિયાલા (પી.ટી.આઇ.) ઃ કૉન્ગ્રેસના નેતા નવજોત સિંહ સિધુને ૧૯૮૮ના રોડ રેજ હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એક વર્ષની સખત સજા કરવામાં આવ્યાને એક દિવસ બાદ તેઓ ગઈ કાલે પટિયાલામાં કોર્ટ સમક્ષ સરેન્ડર થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે સિધુને મેડિકલ એક્ઝામિનેશન માટે લઈ જવામાં આવ્યા હતા. હિંસાના આ કેસમાં ૬૫ વર્ષના ગુરનામ સિંહનું મોત થયું હતું.
જેલમાં સિધુને ત્રણ મહિના સુધી કોઈ વેતન નહીં આપવામાં આવે. પંજાબના જેલ મેન્યુઅલ અનુસાર કમાણી શરૂ કરતાં પહેલાં સિધુ પટિયાલા સેન્ટ્રલ જેલમાં ત્રણ મહિના સુધી વેતન વિના કામ કરશે. એ પછી તેઓ બિનકુશળ, અર્ધકુશળ કે કુશળ કેદી છે એ નક્કી કરવામાં આવશે, જેના પછી તેમની કૅટેગરી અનુસાર ૩૦ રૂપિયાથી લઈને ૯૦ રૂપિયા પ્રતિ દિવસ તેમની કમાણી રહેશે. દોષી અપરાધી દિવસમાં આઠ કલાક કામ કરી શકે છે.