રાજ્યસભાના ભૂતપૂર્વ સંસદસભ્ય ડૉ. સુબ્રમણ્યન સ્વામી, ઍડ્વોકેટ વિષ્ણુ શંકર જૈન અને અન્યોએ આ અરજી કરી હતી. ૧૯૭૬માં પાસ કરવામાં આવેલા બંધારણના ૪૨મા સુધારામાં આ શબ્દો ઉમેરવામાં આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટ
ભારતીય બંધારણમાંથી ધર્મનિરપેક્ષ અને સમાજવાદ શબ્દો હટાવવાની માગણી કરતી અરજીઓને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. રાજ્યસભાના ભૂતપૂર્વ સંસદસભ્ય ડૉ. સુબ્રમણ્યન સ્વામી, ઍડ્વોકેટ વિષ્ણુ શંકર જૈન અને અન્યોએ આ અરજી કરી હતી. ૧૯૭૬માં પાસ કરવામાં આવેલા બંધારણના ૪૨મા સુધારામાં આ શબ્દો ઉમેરવામાં આવ્યા હતા.
આ અરજીઓ વિશે ચુકાદો આપતાં ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું હતું કે ‘આ અરજી પર વિસ્તારથી સુનાવણી કરવાની જરૂર નથી. આ શબ્દો ૧૯૭૬માં બંધારણમાં ઉમેરવામાં આવ્યા હતા અને એનાથી ૧૯૪૯માં અપનાવવામાં આવેલા બંધારણને કોઈ ફરક પડતો નથી.’
ADVERTISEMENT
૧૯૭૬માં તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ બંધારણમાં ૪૨મો સુધારો લાવીને બંધારણની બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદી, ધર્મનિપરેક્ષ અને અખંડતા શબ્દો ઉમેર્યા હતા. આ સુધારા બાદ બંધારણની પ્રસ્તાવનામાં ભારતનું સ્વરૂપ ‘સંપૂર્ણ પ્રભુત્વ-સંપન્ન, લોકતંત્રાત્મક ગણરાજ્ય’ને બદલીને ‘સંપૂર્ણ પ્રભુત્વ-સંપન્ન, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકતંત્રાત્મક ગણરાજ્ય’ કરવામાં આવ્યું હતું.