ઈંધણના વધતા ભાવને લઈને સોનિયા ગાંધીનો મોદીને પત્ર
તસવીર સૌજન્ય (મિડ-ડે)
દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવને પગલે સામાન્ય જનતા હેરાન થઈ રહી છે એવામાં આ મુદ્દે કૉન્ગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં સોનિયા ગાંધીએ લખ્યું છે કે ‘હું તમને વિનંતી કરું છું કે આ ભાવવધારાના મુદ્દાનું નિવારણ લાવો અને આપણા દેશના મધ્યમ અને વેતન મેળવનારા વર્ગ તથા ખેડૂત તેમ જ ગરીબો અને સાથી નાગરિકોને લાભ આપો.’ દિલ્હીમાં ગઈ કાલે પેટ્રોલની કિંમત લિટરદીઠ ૯૦.૫૮ રૂપિયા અને ડીઝલની કિંમત ૮૦.૯૭ રૂપિયા હતી.

