Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પીએમ મોદીની અપમાનજનક ટિપ્પણી વિરુદ્ધ BJP કરશે પૂતળા દહન, પાકિસ્તાનને લઈ આક્રોશ

પીએમ મોદીની અપમાનજનક ટિપ્પણી વિરુદ્ધ BJP કરશે પૂતળા દહન, પાકિસ્તાનને લઈ આક્રોશ

Published : 17 December, 2022 10:03 AM | Modified : 17 December, 2022 10:19 AM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ભાજપે પીએમ મોદી વિરુદ્ધ બિલાવલ ભુટ્ટોની ટિપ્પણીને અત્યંત અપમાનજનક અને કાયરતાથી ભરેલી ગણાવી છે.

પીએમ મોદી

પીએમ મોદી


ભારતીય જનતા પાર્ટી (BJP) આજે (17 ડિસેમ્બર) વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) વિરુદ્ધ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કરેલી `અપમાનજનક` ટિપ્પણી સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. બીજેપીએ શુક્રવારે એક નિવેદનમાં કહ્યું, "દેશભરના તમામ રાજ્યોની રાજધાનીઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ભાજપના કાર્યકરો પાકિસ્તાન અને પાકિસ્તાનના વિદેશ મંત્રીના પૂતળા દહન કરશે અને તેમના શરમજનક નિવેદનની સખત નિંદા કરશે."


ભાજપે પીએમ મોદી વિરુદ્ધ બિલાવલ ભુટ્ટોની ટિપ્પણીને અત્યંત અપમાનજનક અને કાયરતાથી ભરેલી ગણાવી છે. ભાજપે કહ્યું કે આ ટિપ્પણી પાકિસ્તાનની ઘટી રહેલી અર્થવ્યવસ્થા, પાકિસ્તાનમાં અરાજકતાથી વૈશ્વિક ધ્યાન હટાવવા માટે આપવામાં આવી છે.



આ પણ વાંચો:PM મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી: પાકિસ્તાની એમ્બેસીની બહાર બીજેપીનો વિરોધ


પાકિસ્તાન હાઈ કમિશનની બહાર પ્રદર્શન

આ પહેલા શુક્રવારે પણ ભાજપના કાર્યકર્તાઓએ પાકિસ્તાનના વિદેશ મંત્રીના નિવેદન સામે દિલ્હીમાં પાકિસ્તાની હાઈ કમિશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપે આક્ષેપ કર્યો હતો કે નિવેદનનો હેતુ વિશ્વને ગેરમાર્ગે દોરવાનો, પાકિસ્તાનની કથળતી અર્થવ્યવસ્થા, પાકિસ્તાનમાં અરાજકતા, પાકિસ્તાન અને સેના વચ્ચે વધતા મતભેદો, તેના બગડતા વૈશ્વિક સંબંધોથી વિશ્વનું ધ્યાન હટાવવાનો છે. ભાજપે કહ્યું કે ભારતની વિદેશ નીતિની વૈશ્વિક સ્તરે પ્રશંસા થઈ રહી છે, જ્યારે પાકિસ્તાનને નાના દેશો તરફથી પણ પ્રતિક્રિયાનો સામનો કરવો પડી રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

17 December, 2022 10:19 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK