પટેરિયાનો એક વિડિયો બહાર આવતાં સોમવારે હંગામો મચી ગયો હતો
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશના કૉન્ગ્રેસના નેતા રાજા પટેરિયા ‘પીએમ નરેન્દ્ર મોદીની હત્યા કરવા માટે તત્પર રહો’ની કમેન્ટ કરીને મુશ્કેલીમાં મુકાયા છે. ગઈ કાલે તેમની ધરપકડ કરવામાં આવી હતી.
પટેરિયાનો એક વિડિયો બહાર આવતાં સોમવારે હંગામો મચી ગયો હતો. પાર્ટીના કાર્યકરોની મીટિંગમાં પટેરિયા એમ કહેતા જોવા મળ્યા હતા કે ‘મોદીજી ચૂંટણીઓ નાબૂદ કરી દેશે. મોદી ધર્મ, જ્ઞાતિ અને ભાષાના આધારે વિભાજિત કરશે. દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓનું ભાવિ જીવન ખતરામાં છે. જો બંધારણ બચાવવું હોય તો મોદીજીની હત્યા કરવા માટે તત્પર રહો.’
આ વિડિયો બહાર આવ્યા બાદ મધ્ય પ્રદેશ સરકારે પટેરિયા વિરુદ્ધ પોલીસ-કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. પન્નામાં પવઈ પોલીસ સ્ટેશનમાં સોમવારે બપોરે પટેરિયા વિરુદ્ધ કેસ દાખલ કરાયો હતો. રાજ્યના દામોહ જિલ્લાના હાટા ટાઉનમાં પટેરિયાની તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી.