Lok Sabha Elections 2024: નવનીત રાણાએ તેમના આ નિવેદનની વીડિયો સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કર્યો છે.
નવનીત રાણા અને અસદુદ્દીન ઓવૈસી (ફાઇલ તસવીર)
કી હાઇલાઇટ્સ
- ભાજપે નવનીત રાણાને અમરાવતીની લોકસભા બેઠક પરથી ઉમેદવારી સોંપી છે.
- નવનીત રાણાએ હૈદરાબાદમાં એક રેલીને સંબોધતી વખતે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
- નવનીત રાણાએ AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસી અને અકબરુદ્દીન ઓવૈસી પર ટીકા કરી હતી.
લોકસભા ચૂંટણીની (Lok Sabha Elections 2024) પ્રચાર સભામાં રાજકીય પક્ષોના નેતાઓ તરફથી કરવામાં આવી રહેલા વિવાદાસ્પદ નિવેદનોને લીધે વિવાદ સર્જવાથી લઈને તે મતદાતાઓ વચ્ચે પણ ચર્ચા જગાવે છે. તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)માં સાંસદ નવનીત રાણાએ હૈદરાબાદમાં મોટું નિવેદન આપીને રાજકીય તણાવ વધાર્યો છે. સોશિયલ મીડિયા પર નવનીત રાણાનો એક વીડિયો જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નવનીત રાણા કહે છે કે “15 સેનેક્ડ મારે પોલીસએ હટાવી દો, ઓવૈસી ભાઈઓને ખબર પણ નહીં પડે કે તેઓ ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા.” નવનીત રાણાના આ વીડિયોથી ફરી એક વખત રાજકીય વિવાદ સર્જાયો છે. થોડા સમય પેહલા AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસીએ પણ આજ પ્રકારનું એક નિવેદન આપ્યું હતું. અકબરુદ્દીન કહ્યું હતું કે “15 મિનિટ માટે પોલીસને હટાવી દો તે પછી અમે તમને બતાવીશું.” અકબરુદ્દીનના આ નિવેદન પર હવે નવનીત રાણાએ જવાબ આપતા વિવાદ થતો જોવા મળી રહ્યો છે.
હૈદરાબાદમાં એક ચૂંટણી રેલીનું સંબોધન કરતી વખતે નવનીત રાણાએ અકબરુદ્દીન ઓવૈસીના (Lok Sabha Elections 2024) નિવેદન પર કહ્યું હતું કે કે “નાનો ભાઈ, મોટો ભાઈ, નાનો કહી રહ્યો છે કે જો તમે 15 મિનિટ માટે પોલીસને હટાવી દેશો તો અમે તેમને બતાવીશું કે અમે શું કરી શકીએ છીએ. મારે નાના ભાઈને કહેવું છે કે તમે 15 મિનિટ લાગશે છોટો, પણ અમને તો માત્ર 15 સેકન્ડ જોઈશે. જો પોલીસને 15 સેકન્ડ સુધી હટાવી દેવામાં આવે તો તેઓ ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા તે જાણી શકાશે નહીં. અમે સ્ટેજ પર આવ્યા તે દિવસે અમને ફક્ત 15 સેકન્ડ જ લાગશે”, એવું નવનીત રાણાએ કહ્યું હતું.
ADVERTISEMENT
15 सेकंद लगेगा @AkbarOwaisi_MIM @asadowaisi pic.twitter.com/TfEmWhvArX
— Navnit Ravi Rana (Modi Ka Parivar) (@navneetravirana) May 8, 2024
આ સાથે ભાજપના સાંસદ નવનીત રાણાએ (Lok Sabha Elections 2024) પોતાના “15 સેકન્ડ માટે પોલીસના હટાવવાના” નિવેદનનો વીડિયો તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વે ટ્વિટર) પર પોસ્ટ કરીને અસદુદ્દીન ઓવૈસી અને તેમના ભાઈ અકબરુદ્દીન ઓવૈસીના ઓફિશિયલ એકાઉન્ટને પણ ટેગ કર્યા હતા. નવનીત રાણાના ઓવૈસીને આપેલા જવાબ પર હવે AIMIMના પ્રવકતા વારિસ પઠાણે પણ જવાબ આપ્યો છે. તેમને નવનીત રાણા પણ વળતો શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું હતું કે “ભાજપના નેતાઓ ચૂંટણી દરમિયાન આવા નિવેદનો આપી રહ્યા છે. જો અમારા કોઈપણ નેતાએ આવું નિવેદન આપ્યું હોત તો તેઓ જેલના સળિયા પાછળ હોત”.
ઉલ્લેખનીય છે કે રાજકીય પક્ષના અનેક વરિષ્ઠ નેતાઓ અનેક વખત વિવાદાસ્પદ નિવેદનો આપે છે. તેમ છતાં તેમની સામે ચૂંટણી પંચ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરતું નથી, જેથી નેતાઓને નિવેદનને લીધે મતદાતાઓ ભ્રમિત થઈ જાય છે.