કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની ગઠબંધન સરકારમાં TDPના જી. એમ. સી. બાલયોગી સ્પીકર હતા. ગઠબંધનના સાથીપક્ષોને એકત્રિત રાખવા માટે સ્પીકર પદ મહત્ત્વનું છે
નીતીશકુમાર, ચંદ્રબાબુ નાયડુ
કેન્દ્રમાં ત્રીજી વાર સરકાર બનાવવા માટે નરેન્દ્ર મોદી પાસે પૂરતી બહુમતી નહીં હોવાથી તેલુગુ દેસમ પાર્ટી (TDP) અને જનતા દળ-યુનાઇટેડ (JD-U)નો સાથ જરૂરી છે ત્યારે આ બે પક્ષો લોકસભામાં સ્પીકરના પદની માગણી કરી શકે છે. કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની ગઠબંધન સરકારમાં TDPના જી. એમ. સી. બાલયોગી સ્પીકર હતા. ગઠબંધનના સાથીપક્ષોને એકત્રિત રાખવા માટે સ્પીકર પદ મહત્ત્વનું છે, કારણ કે પક્ષાંતર ધારામાં સ્પીકરનો નિર્ણય આખરી હોય છે. આવા કેસમાં સુપ્રીમ કોર્ટ પાસે પણ મર્યાદિત પાવર્સ છે. ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં સ્પીકર રાહુલ નાર્વેકરને આ મુદ્દે નિર્ણય લેવા તક આપી હતી. આના કારણે શિવસેનામાં ઊભી તિરાડ પડી હતી અને સ્પીકરે શિંદેસેનાતરફી નિર્ણય આપ્યો હતો. સ્પીકર એ બંધારણીય પોસ્ટ છે અને એ સત્તાધારી પક્ષ પાસે હોય છે અને ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષને મળતું હોય છે.

