દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK)ના નેતા કે. પોનમૂડીની શપથવિધિ કરાવવાનો રવિએ ઇનકાર કર્યો હતો
પ્રતીકાત્મક તસવીર
તામિલનાડુના ગવર્નર તરીકે ૨૦૨૧ના સપ્ટેમ્બરમાં નિયુક્તિ પામેલા આર. એન. રવિ રાજ્ય સરકાર સાથે અત્યાર સુધીમાં અનેક વાર બાખડી ચૂક્યા છે. દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK)ના નેતા કે. પોનમૂડીની શપથવિધિ કરાવવાનો રવિએ ઇનકાર કર્યો હતો. આથી સુ્પ્રીમ કોર્ટે તેમની ધૂળ કાઢી નાખી હતી. તમે સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરી રહ્યા છો એમ કહીને કોર્ટે જણાવ્યું હતું કે રવિના વર્તનથી પોતે બેહદ ચિંતિત છે. રાજયની કૅબિનેટમાં પોનમૂડીના સમાવેશ માટે મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિને ભલામણ કરી હતી. જોકે ગવર્નર રવિએ ગયા સપ્તાહે આ ભલામણ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

