૨૯ મેએ કૉન્ગ્રેસ પ્રમુખની ચૂંટણી
પ્રતીકાત્મક તસવીર
કૉન્ગ્રેસ સેન્ટ્રલ ઇલેક્શન ઑથોરિટીએ 29 મેએ પક્ષના અધ્યક્ષની ચૂંટણી અને એઆઇસીસી સત્ર યોજવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેની મીટિંગમાં કાર્યકારી સમિતિએ આખરી ઓપ આપવાનો નિર્ણય લીધો હોવાનું ઉચ્ચ સ્તરીય સૂત્રોએ જણાવ્યું હતું.
પક્ષના ઉચ્ચ સ્તરીય નિર્ણયો લેવાની સત્તા ધરાવતી સીડબ્લ્યુસી કમિટીની મહત્ત્વની મીટિંગમાં આ મુદ્દા પર વિચારણા કરવામાં આવશે.
ADVERTISEMENT
પક્ષ પ્રમુખ સોનિયા ગાંધીના સંબોધન સાથે વર્ચ્યુઅલ મીટિંગની શરૂઆત થઈ હતી. મધુસૂદન મિસ્ત્રીના અધ્યક્ષપણા હેઠળ સીઈસીએ પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે એઆઇસીસી સેશન અને પક્ષના અધ્યક્ષની ચૂંટણી ૨૯ મેએ કરવામાં આવશે સીડબ્લ્યુસીના સભ્યો સંગઠનાત્મક ચૂંટણી અને એઆઇસીસી પૂર્ણ સત્રના કાર્યક્રમને આખરી ઓપ આપશે. ૨૦૧૯ના મેમાં લોકસભાની ચૂંટણીમાં પક્ષની હાર બાદ રાહુલ ગાંધીએ પક્ષના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યા બાદ સોનિયા ગાંધીએ વચગાળાના અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યો હતો.

