વિશ્વાસ જગાવે એવો વર્તાવ કરો, ચીફ જસ્ટિસની સલાહ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ચીફ જસ્ટિસ ઑૅફ ઇન્ડિયા ડી. વાય. ચન્દ્રચૂડ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિપેન્ડન્સ ડેના પ્રસંગે દેશને સંબોધતાં મહત્ત્વના ચુકાદાનું પ્રાદેશિક ભાષાઓમાં ટ્રાન્સલેટ કરવા માટેના ન્યાયતંત્રના પ્રયાસોની ગઈ કાલે પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘હું સુપ્રીમ કોર્ટનો પણ આભાર માનું છું.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે હવે એના જજમેન્ટનો ઑપરેટિવ પાર્ટ (જજમેન્ટનો જરૂરી કે નિર્ણાયક ભાગ) અદાલતમાં આવનારી વ્યક્તિને તેની ભાષામાં ઉપલબ્ધ થશે. માતૃભાષાનું મહત્ત્વ આજે વધી રહ્યું છે.’
ADVERTISEMENT
ચીફ જસ્ટિસ ઑૅફ ઇન્ડિયા ડી. વાય. ચન્દ્રચૂડ પણ આ ઇવેન્ટમાં ગેસ્ટ્સની વચ્ચે ઉપસ્થિત હતા.
મોદીના મુખે પ્રશંસા સાંભળીને તેમણે બે હાથ જોડીને આભારની લાગણી વ્યક્ત કરી હતી.
સુપ્રીમ કોર્ટે આ વર્ષે પ્રજાસત્તાક દિન અને એની સ્થાપનાના દિવસની ઉજવણીના ભાગરૂપે એના લગભગ ૯૪૨૩ ચુકાદાને પ્રાદેશિક ભાષાઓમાં અપલોડ કર્યા હતા.
વિશ્વાસ જગાવે એવો વર્તાવ કરો, ચીફ જસ્ટિસની સલાહ
ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી. વાય. ચન્દ્રચૂડે ગઈ કાલે જણાવ્યું હતું કે જજો અને લૉયર્સે એ રીતે વર્તાવ કરવો જોઈએ જેનાથી લીગલ પ્રોસેસની આઝાદી વિશે વિશ્વાસ જાગે. તેમણે લૉયર્સને કહ્યું હતું કે ‘હું ખાતરી આપું છું કે દરેક ફરિયાદ, મને લખવામાં આવેલો દરેક લેટર અને સોશ્યલ મીડિયા પર લખાણ હોય તો પણ એને હું ડીલ કરીશ. જોકે હું લૉયર્સને રિક્વેસ્ટ કરું છું કે જો તમને કોઈ ફરિયાદ હોય તો કોર્ટની બહાર ન જતા રહો. એનું સમાધાન લાવવા માટે આ પરિવારના વડા તમારી પાસે છે.’