ભાગેડુ બિઝનેસમૅન મેહુલ ચોકસીની મુશ્કેલી વધતી જણાય છે
ફાઇલ તસવીર
પંજાબ નૅશનલ બૅન્કની સાથે છેતરપિંડીના કેસમાં આરોપી ભાગેડુ બિઝનેસમૅન મેહુલ ચોકસીની મુશ્કેલી વધતી જણાય છે. સીબીઆઇએ ગઈ કાલે મેહુલ ચોકસીની વિરુદ્ધ વધુ ત્રણ નવા એફઆઇઆર મુંબઈમાં દાખલ કર્યા છે. સીબીઆઇએ મેહુલ અને અન્ય કેટલાક લોકોની વિરુદ્ધ બૅન્કોના કૉન્સોર્ટિયમની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવા બદલ નવા કેસ દાખલ કર્યા છે.
આ પહેલાં માર્ચમાં પણ હીરાના વેપારી અને બૅન્ક ફ્રૉડના આરોપી મેહુલ ચોકસીએ આઇએફસીઆઇની સાથે વધુ એક છેતરપિંડી કરી હતી, જે હવે ધ્યાનમાં આવી છે. આ ફ્રૉડમાં ચોકસીએ હીરા અને જ્વેલરીની કિંમત વધારે બતાવીને એમને ગીરવી રાખીને આઇએફસીઆઇ પાસેથી કરોડો રૂપિયાની લોન મેળવી હતી.