ભૂતપૂર્વ ક્રિકેટર વેન્કટેશ પ્રસાદે સનાતન ધર્મ વિરુદ્ધ સ્ટેટમેન્ટ્સના વિવાદનો ઉલ્લેખ કરીને કૉન્ગ્રેસ પર કટાક્ષ કર્યો હતો
ફાઇલ તસવીર
ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો ગઈ કાલે જાહેર કરાયાં હતાં અને એમાંથી ત્રણ રાજ્યોમાં કૉન્ગ્રેસનો પરાજય થયો હતો. ભૂતપૂર્વ ક્રિકેટર વેન્કટેશ પ્રસાદે સનાતન ધર્મ વિરુદ્ધ સ્ટેટમેન્ટ્સના વિવાદનો ઉલ્લેખ કરીને કૉન્ગ્રેસ પર કટાક્ષ કર્યો હતો. વેન્કટેશે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું હતું કે ‘સનાતન ધર્મ વિશે ઘસાતું બોલવાથી એનાં ખરાબ પરિણામો તો ભોગવવાં જ પડે. ભવ્ય જીત માટે બીજેપીને ખૂબ અભિનંદન. પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહની અમેઝિંગ લીડરશિપ અને ગ્રાસરૂટ લેવલે પાર્ટીના કૅડર્સની ગ્રેટ કામગીરીનો વધુ એક પુરાવો.’
નોંધપાત્ર છે કે તામિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટૅલિનના દીકરા ઉદયનિધિએ સનાતન ધર્મ બાબતે વાંધાજનક કમેન્ટ્સ કરી હતી, જેના પછી ખૂબ વિવાદ થયો હતો. એ સમયે કૉન્ગ્રેસ શરૂઆતમાં આ મામલે મૌન રહી હતી, જ્યારે બીજેપીએ ઉદયનિધિનાં સ્ટેટમેન્ટ્સની તેમ જ મૌન રહેવા બદલ કૉન્ગ્રેસની આકરી ટીકા કરી હતી.

