ચૂંટણી 2019: બિહારની બેઠકો માટે ભાજપની યાદી જાહેર, શત્રુઘ્ન કપાયા
શત્રુઘ્ન સિંહા (ફાઈલ ફોટો)
2019ની લોકસભાની ચૂંટણી માટે ભાજપ ધીરે ધીરે ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યું છે. ભાજપ આજે 50 ઉમેદવારોની યાદી જાહેર કરે તેવી શક્યતા છે. જો કે આ અટકળો વચ્ચે ભાજપે પોતાના બિહારના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને પટના સાહિબથી ટિકિટ અપાઈ છે. પટના સાહિબથી હાલ શત્રુઘ્ન સિંહા ભાજપના સાંસદ છે. શત્રુઘ્ન સિંહાને સતત વડાપ્રધાન મોદી અને પક્ષના હાઈકમાન્ડ વિરુદ્ધ બોલવાનું ફળ મળ્યું છે.
તો કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહની પણ બેઠક બદલાઈ છે. પક્ષે ગિરિરાજસિંહને બેગુસરાયથી ઉમેદવાર બનાવ્યા છે. હાલ ગિરિરાજસિંહ નવાદા બેઠકપરથી સાંસદ છે. ભાજપના બિહારના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે ભાજપની ઓફિસ પરથી એનડીએના તમામ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. બિહારમાં લોજપા અને જેડીયુ સાથે સંયુક્ત રીતે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે. એનડીએની યાદી મુજબ રાજીવ પ્રતાપ રુડી સારણ, રવિશંકર પ્રસાદ પટનાસહિબથી ચૂંટણી લડશે. તો શાહનવાઝ હુસૈનની ટિકિટ કપાઈ છે. રામકૃપાલ યાદવને પાટલિપુત્ર, આર કે સિંહને આરા, અશ્વિની ચૌબેને બક્સર, રાધામોહન સિંહને પૂર્વ ચંપારણથી ટિકિટ અપાઈ છે.
ADVERTISEMENT
તો રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાન જમુઈ અને હાજીપુર બેઠક પરતી રામવિલાસ પાસવાનના બદલે તેમના ભાઈ પશુપતિ પારસ અને નવાદાથી ચંદનકુમાર ચૂંટણી લડશે.

