આરબીઆઇના ગવર્નરના જણાવ્યા મુજબ આરબીઆઇ ફિનટેકને સંપૂર્ણ સમર્થન આપે છે અને એના વિકાસ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
શશિકાંત દાસ
આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે ગઈ કાલે જણાવ્યું હતું કે ૮૦થી ૮૫ ટકા પેટીએમ વૉલેટ યુઝર્સને નિયમનકારી પગલાંને કારણે કોઈ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે અને બાકીના યુઝર્સે તેમની ઍપ્લિકેશનને અન્ય બૅન્કો સાથે લિન્ક કરવાની રહેશે. આરબીઆઇએ ૩૧ જાન્યુઆરીએ પેટીએમ પેમેન્ટ્સ બૅન્ક લિમિટેડ (પીપીબીએલ)ને કોઈ પણ ગ્રાહકના ખાતામાં ડિપોઝિટ, ક્રેડિટ વ્યવહારો અથવા ટૉપ-અપ્સ સ્વીકારવા પર પ્રતિબંધ મૂક્યો છે. આરબીઆઇના ગવર્નરના જણાવ્યા મુજબ પીપીબીએલ-લિન્ક્ડ વૉલેટને અન્ય બૅન્કો સાથે લિન્ક કરવાની અંતિમ તારીખ ૧૫ માર્ચ નક્કી કરવામાં આવી છે. ૧૫ માર્ચ સુધી આપવામાં આવેલો સમય પૂરતો છે અને વધુ એક્સ્ટેન્શનની જરૂર નથી. તેમણે ઉમેર્યું હતું કે ૮૦થી ૮૫ ટકા પેટીએમ વૉલેટ અન્ય બૅન્કો સાથે જોડાયેલાં છે અને બાકીનાં ૧૫ ટકાને અન્ય બૅન્કોમાં જવાની સલાહ આપવામાં આવી છે. આરબીઆઇના ગવર્નરના જણાવ્યા મુજબ આરબીઆઇ ફિનટેકને સંપૂર્ણ સમર્થન આપે છે અને એના વિકાસ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

