બોરીવલી આ વર્ષે ગરબાનું ગઢ છે. ભૂમિ ત્રિવેદી પણ આ વર્ષે બોરીવલીમાં નવરાત્રી કરવાનાં છે, ત્યારે આજે કાંદિવલી ખાતે આયોજિત પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે તેમની તૈયારીઓ વિશે વિસ્તારથી વાત કરી. ભૂમિ ત્રિવેદીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને આપેલા એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં તેમના મધુર અવાજમાં `વાગ્યો રે ઢોલ` ગીત સાથે સૌને નવરાત્રીમાં માની ભક્તિમાં લીન ગરબા રમવા માટે ખાસ આમંત્રણ પણ આપ્યું. જુઓ સંપૂર્ણ ઇન્ટરવ્યૂ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમની યુટ્યુબ ચેનલ પર.














