સૈફ અલી ખાન પર 16 જાન્યુઆરીની વહેલી સવારે હુમલો થયો હતો અને તેને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી. લીલાવતી હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર નિરજ ઉત્તમાણી અને ડૉ. નીતિન ડાંગે, ચીફ ન્યુરોસર્જન લીલાવતી હોસ્પિટલ મુંબઈએ સૈફની રિકવરી અંગે મહત્વની વિગતો જાહેર કરી. 17મી જાન્યુઆરીએ મુંબઈ પોલીસ સૈફ અલી ખાન એટેક કેસના સંબંધમાં પૂછપરછ માટે એક વ્યક્તિને બાંદ્રા પોલીસ સ્ટેશન લાવી હતી.