અજીત પવાર
Updated
3 months 4 hours 54 minutes ago
02:30 PM
News Live Updates: અજીત પવારની NCPની ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર
અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (NCP)એ બુધવારે મહારાષ્ટ્ર ચૂંટણી માટે બારામતીથી પાર્ટીના મુખ્ય હરીફ સાથે 38 ઉમેદવારોની યાદી બહાર પાડી છે. મહારાષ્ટ્રના મતદારો 20 નવેમ્બરે એક તબક્કામાં મતદાન કરશે. 23 નવેમ્બરે મતગણતરી થવાની છે.
Updated
3 months 5 hours 10 minutes ago
02:14 PM
News Live Updates: એક કપલે ૮૭૦૦ રૂપિયાનું બિલ બને એટલું ખાધું પણ બિલ ન ચૂકવ્યું
સ્કૉટલૅન્ડની લા ડોલ્સ વિટા નામની રેસ્ટોરાંમાં એક કપલે ૮૭૦૦ રૂપિયાનું બિલ બને એટલું ખાધું અને પછી સ્મોકિંગ માટે બહાર જઈએ છીએ એમ કહી પોતાનું પર્સ ત્યાં જ મૂકીને બહાર નીકળ્યું. કલાક સુધી કપલ પાછું ન આવતાં વેઇટરે પર્સ ખોલીને જોયું તો એ ખાલી હતું.
Updated
3 months 5 hours 49 minutes ago
01:35 PM
News Live Updates: આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદને પગલે શહેર થયું જળમગ્ન
આંધ્ર પ્રદેશના અનંતપુરમાં સોમવારે રાતે પડેલા ભારે વરસાદને પગલે શહેરને અડીને આવેલી પંડામેરુ નદી બન્ને કાંઠે વહેવા માંડી હતી અને એને પગલે નદીની આજુબાજુની કૉલોની જળમગ્ન થઈ ગઈ હતી. પાણીનો સ્તર એટલો વધી ગયો હતો કે બચવા માટે લોકો પોતાના ઘરના છાપરા પર ચડી ગયા હતા. સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સના અધિકારીઓ લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવાના કામમાં લાગી ગયા હતા. નદીનું પાણી નૅશનલ હાઇવે નંબર ૪૪ પર આવી જતાં વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.
Updated
3 months 6 hours 24 minutes ago
01:00 PM
News Live Updates: સુરતમાં આટલો બધો દારૂ પીવાય છે?
સુરતમાં જપ્ત કરવામાં આવેલી દારૂની બૉટલોને ગઈ કાલે પોલીસે બુલડોઝર હેઠળ કચડી નાખી હતી.