આદિત્ય ઠાકરે
Updated
1 year 2 months 2 weeks 2 days 14 hours 19 minutes ago
01:42 PM
News Live Updates: ઉમેદવારી નોંધાવતાં આદિત્ય ઠાકરેએ લોકોના આશિષ લીધા
શિવસેના (UBT)ના નેતા અને વરલીના ઉમેદવાર આદિત્ય ઠાકરેએ કહ્યું કે, "લાંબા સમયથી આ પરંપરા છે, અમે અમારું પ્રચાર અહીંથી શરૂ કરીએ છીએ. હું ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યો છું. લોકો અને પક્ષના કાર્યકરો અમારી સાથે છે. અમે લોકોના આશીર્વાદથી જ આગળ વધીશું"
Updated
1 year 2 months 2 weeks 2 days 14 hours 27 minutes ago
01:34 PM
News Live Updates: ક્લર્કે ૫૦ પૈસા ન આપતાં ભાઈએ ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરી
ચેન્નઈમાં માનસા નામના માણસે પોસ્ટ ઑફિસમાં ૨૯.૫૦ રૂપિયાની ટિકિટ માટે ૩૦ રૂપિયા આપ્યા ત્યારે છુટ્ટા નથી એમ કહીને ક્લર્કે ૫૦ પૈસા ન આપતાં ભાઈએ ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરી. ફોરમે બન્ને પક્ષની દલીલ સાંભળીને ગ્રાહકને ૧૫,૦૦૦ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો, જે ૫૦ પૈસાના ૨૯૯૯૯૦૦ ટકા જેટલા થાય.
Updated
1 year 2 months 2 weeks 2 days 15 hours 1 minute ago
01:00 PM
News Live Updates: પાકિસ્તાનમાં હિન્દુ, સિખોને તહેવારો ઊજવવા મળશે રોકડ સહાય
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં રહેતા ૨૨૦૦ હિન્દુ અને સિખ પરિવારોને દિવાળી અને ગુરુ નાનક જન્મ જયંતી જેવા તહેવારોની ઉજવણી માટે રાજ્ય સરકાર ફેસ્ટિવલ કાર્ડ ઇશ્યુ કરશે જેમાં આ પરિવારોને ૧૦,૦૦૦ પાકિસ્તાની રૂપિયા (આશરે ૩૦૦૦ રૂપિયા)ની સહાય મળશે. આવતા મહિને ગુરુ નાનક દેવની ૫૫૫મી જન્મ જયંતી નિમિત્તે વિદેશથી આવનારા ભાવિકો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. પંજાબ પ્રાંત સરકારે આ પહેલી વાર ફેસ્ટિવલ કાર્ડ આપવાની શરૂઆત કરી છે અને એ દર વર્ષે ચાલુ રાખવામાં આવશે.
Updated
1 year 2 months 2 weeks 2 days 15 hours 31 minutes ago
12:30 PM
News Live Updates: પોલીસની ડૉગ-સ્ક્વૉડના બે શ્વાન રિટાયર થયા

ત્રણ વર્ષ પહેલાં ૨૫ ફેબ્રુઆરીએ ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દક્ષિણ મુંબઈમાં આવેલા ઘર ઍન્ટિલિયા પાસે પાર્ક કરેલી કારમાં રાખવામાં આવેલા વિસ્ફોટકો શોધનારા મુંબઈ પોલીસની બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વૉડમાં સામેલ ઑસ્કર અને માયલો શ્વાન ગઈ કાલે રિટાયર થયા હતા. ગઈ કાલે આ બન્ને શ્વાનને વિદાય આપવા માટેનો કાર્યક્રમ કાલા ચૌકી પોલીસ-સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો.


