ઍન્ટિ-નાર્કોટિક્સ સેલે મહિલાને લાખોના ડ્રગ સાથે ઝડપી
પ્રતીકાત્મક તસવીર
ઍન્ટિ નાર્કોટિક્સ સેલના ઘાટકોપર યુનિટે બાંદરામાંથી શુક્રવારે ૩૫ વર્ષની નઝમા અહમદ શેખની ૧૦ લાખ રૂપિયાના મેફોડ્રીન સાથે ધરપકડ કરી હતી તેમ જ તેની પાસેથી ૨૦,૦૦૦ રૂપિયા રોકડા પણ મળી આવ્યા હતા. તેને કોર્ટમાં હાજર કરી તેની કસ્ટડી મેળવ્યા બાદ કરાયેલી પૂછપરછમાં તેના કુર્લાના ઘરમાંથી વધુ ૨.૭૦૦ કિલો ચરસ મળી આવ્યું હતું, જેની કિંમત ૫૪,૦૦,૦૦૦ રૂપિયા થાય છે. એ ઉપરાંત ૯.૪૫ લાખ રૂપિયાની રોકડ પણ મળી આવી હતી. આમ તેની પાસેથી કુલ ૭૩.૬૫ લાખ રૂપિયાની મતા જપ્ત કરાઈ હતી. તેની સામે એનડીપીએસ ઍક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી કરવામાં આવી હતી.

