હીરાબજારમાં મેમ્બરો માટે આજથી નિયંત્રણ વગર એન્ટ્રી
ફાઈલ તસવીર
અત્યાર સુધી બીકેસીમાં આવેલા હીરાબજારમાં જવા માટે અમુક શરતો અને નિયમોનું પાલન કરવું પડતું હતું, પરંતુ હવે કોરોનાનો કેર ઓછો થઈ ગયો હોવાથી મુંબઈ ડાયમન્ડ મર્ચન્ટ્સ અસોસિએશનના મેમ્બરો રોજેરોજ બજારમાં જઈ શકશે. અત્યાર સુધી તેમણે એક લિંક પર પોતાનું નામ રજિસ્ટર કરાવવું પડતું હતું અને એના આધારે તેમને ત્રણ દિવસ માર્કેટમાં આવવાની પરવાનગી આપવામાં આવતી હતી.

