સંજય છેલ્લા કેટલાક દિવસથી તેના પિતા પાસે દોઢ લાખ રૂપિયાનો આઇફોન અપાવવા જીદ કરતો હતો
પ્રતીકાત્મક તસવીર
ભાઈંદર રેલવે-સ્ટેશન પર સોમવારે ટ્રૅક પર ઝંપલાવીને પિતા-પુત્રે આત્મહત્યા કરી હોવાની ઘટના હજી તાજી છે ત્યારે નવી મુંબઈના કામોઠે વિસ્તારમાં રહેતા ૧૮ વર્ષના સંજય વર્માએ સોમવારે મોડી રાતે બેડરૂમમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. કામોઠે પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અજય કાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સંજય છેલ્લા કેટલાક દિવસથી તેના પિતા પાસે દોઢ લાખ રૂપિયાનો આઇફોન અપાવવા જીદ કરતો હતો. એના બદલામાં તેના પિતાએ તેને વિવો મોબાઇલ લઈ લેવા માટે સોમવારે મનાવ્યો હતો. એનાથી ઉશ્કેરાઈને સંજયે સોમવારે રાતે સાડાઅગિયાર વાગ્યે આત્મહત્યા કરી હતી. આ ઘટનામાં આકસ્મિક મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ કરવામાં આવી રહી છે.’

