રાજ્યની સ્વરાજ સંસ્થાની ચૂંટણીઓ ૨૦૨૧થી અટકી પડી છે. OBCના મુદ્દે એક અરજી થઈ હતી જેને કારણે ચૂંટણીઓ રખડી ગઈ હતી
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
રાજ્યની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી સંદર્ભે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને જિલ્લા પરિષદોની ચૂંટણીઓ નવી પ્રભાગ રચના અને અધર બૅકવર્ડ ક્લાસ (OBC)ની અનામત સાથે કરવા માટે સુપ્રીમ કોર્ટે ગ્રીન સિગ્નલ આપ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા નવી પ્રભાગ રચના કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં એને અને અનામતને પડકારતી અરજીઓ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે એ બન્ને અરજીઓ ફગાવી દેતાં કહ્યું છે કે વૉર્ડ કે નવી પ્રભાગ રચના કરવાનો રાજ્ય સરકારને અધિકાર છે. એથી રાજ્ય સરકારે આપેલા આદેશ અનુસાર નવી પ્રભાગ રચના પ્રમાણે જ હવે રાજ્યની ચૂંટણીઓ થશે.
ADVERTISEMENT
રાજ્યની સ્વરાજ સંસ્થાની ચૂંટણીઓ ૨૦૨૧થી અટકી પડી છે. OBCના મુદ્દે એક અરજી થઈ હતી જેને કારણે ચૂંટણીઓ રખડી ગઈ હતી. એના પર નિર્ણય આપતાં કોર્ટે કહ્યું હતું કે OBCને અનામત સાથે જ એ ચૂંટણી યોજવામાં આવે. એટલે પછી નવી પ્રભાગ રચનાના આદેશ આપવામાં આવ્યા હતા, પરંતુ લાતુરની ઐસા નગરપાલિકા સંદર્ભે એક હસ્તક્ષેપ કરતી અરજી કરવામાં આવી હતી, જેમાં નવી પ્રભાગ રચના કરવા બદલ આક્ષેપ કરવામાં આવ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે આ અરજી પણ ફગાવી દીધી છે.
આ પહેલાં કોર્ટે સરકારને શું કહ્યું હતું?
સુપ્રીમ કોર્ટે બે મહિના પહેલાં રા `જ્ય સરકારને OBC અનામત બદલ કેટલાક નિર્દેશ આપ્યા હતા. સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી સંદર્ભે ચાર અઠવાડિયાંમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવે અને ચાર મહિનાની અંદર ચૂંટણી કરવામાં આવે એવું કોર્ટે સરકારને કહ્યું હતું.


