શરદ પવારે તેમના ચાર દિવસના તમામ કાર્યક્રમ રદ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું
શરદ પવાર
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના સ્થાપક અને મહારાષ્ટ્રના પીઢ નેતા શરદ પવારની તબિયત ગઈ કાલે અચાનક ખરાબ થઈ ગઈ હતી. ખૂબ જ કફ થઈ જવાથી તેમને બોલવામાં તકલીફ થઈ રહી છે એટલે ડૉક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. આથી શરદ પવારે તેમના ચાર દિવસના તમામ કાર્યક્રમ રદ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.