કહ્યું કે સલ્લુએ કાળિયારને માર્યું હતું, પણ તેને એ વખતે ખબર નહોતી કે બિશ્નોઈ સમાજ એને પૂજે છે અને ભગવાન માને છે
સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી
સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ સલમાને કાળિયારનો શિકાર કર્યો હતો એ બાબતનો ખુલાસો કરીને સલમાનની મુશ્કેલીમાં વધારો કર્યો છે. સોમી અલીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે ‘હું લૉરેન્સ બિશ્નોઈને જેલમાં જઈને મળવા માગું છું. હું બિશ્નોઈ સમાજના મંદિરમાં જઈને સલમાન વતી માફી માગવા પણ તૈયાર છું.’
એક ઇન્ટરવ્યુમાં સોમી અલીએ કહ્યું હતું કે ‘સલમાને કાળિયારને માર્યું હતું, પણ તેને એ વખતે ખબર નહોતી કે બિશ્નોઈ સમાજ કાળિયારને પૂજે છે અને એને ભગવાન માને છે. હું ખાતરીપૂર્વક કહું છું કે સલમાનને એ બાબતે ખરેખર કશી ખબર નહોતી. મને આ વાતની એટલે ખબર છે કે સલમાન એ વખતે જોધપુરથી પાછો આવ્યો ત્યારે તેણે જ મને એ વિશે જણાવ્યું હતું. એ વખતે હું તેની સાથે રિલેશનશિપમાં હતી.’
ADVERTISEMENT
જોકે સોમી અલીએ એવી પણ ચોખવટ કરી છે કે તે હવે સલમાન સાથે કોઈ વાત કરવા નથી માગતી. તેણે કહ્યું હતું કે ‘હું છેલ્લાં ૧૭ વર્ષથી બાળકીઓ અને મહિલાઓ માટે અવાજ ઉઠાવી રહી છું. હું હિંસાની વિરુદ્ધ છું.
શું બીજા લોકો શિકાર નહીં કરતા હોય? : સોમી અલી
સલમાને કાળિયારને મારીને જો ભૂલ કરી છે તો શું એ વિસ્તારમાં માત્ર સલમાને જ કાળિયારનો શિકાર કર્યો છે? શું બીજા લોકો શિકાર નહીં કરતા હોય? હું બિશ્નોઈ સમાજના મંદિરમાં જઈને માફી માગવા માગું છું. સલમાન ખાન જાનવરો અને બાળકોને બહુ પ્રેમ કરે છે. સલમાને મારી સામે એક ઘાયલ બિલાડીનો ઇલાજ પણ કરાવ્યો હતો. શું સલમાનને મારી નાખવાથી કાળિયાર પાછું આવી જશે? આ તે વળી કેવું લૉજિક છે?

