ગંભીર હાલતમાં બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હોવાના સમાચાર વિશે રતન તાતાએ કરી સ્પષ્ટતા
રતન તાતાએ સોશ્યલ મીડિયા પર મૂકેલી પોસ્ટ
તાતા જૂથના ૮૬ વર્ષના મોભી રતન તાતાનું બ્લડ-પ્રેશર અચાનક ઘટી જવાથી તેમને તાત્કાલિક મુંબઈની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલના ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં ઍડ્મિટ કરવામાં આવ્યા હોવાના સમાચાર ગઈ કાલે વાયુવેગે ફેલાઈ ગયા હતા. પોતાની તબિયત વિશે લોકો અને સોશ્યલ મીડિયામાં જાત-જાતની અટકળો લગાવવામાં આવી રહી હોવાની જાણ થતાં ખુદ રતન તાતાએ આ સંબંધે સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે ‘મને ખ્યાલ છે કે મારા સ્વાસ્થ્યસંબંધી અફવા ફેલાઈ છે. હું સૌને કહેવા માગું છું કે મારી તબિયતના દાવા નિરાધાર છે. ઉંમર અને તબિયતસંબંધી જરૂરી ચેક-અપ કરાવી રહ્યો છું. ચિંતાની કોઈ વાત નથી. મારી તબિયત સારી છે. બધાને અનુરોધ કરું છું કે જનતા અને મીડિયા ખોટી માહિતી ન ફેલાવે.’