રાજ ઠાકરેના માઇકલ જૅક્સન કૉન્સર્ટને ઉધ્ધવની સરકારે આપી ૨૪ વર્ષે કરમાફી
માઇકલ જૅક્સન
વર્ષ ૧૯૯૬માં રાજકીય નેતા રાજ ઠાકરેએ યોજેલી પૉપ-સ્ટાર માઇકલ જૅક્સનની કૉન્સર્ટને કરમાફીના અટવાયેલા મામલાનો સરકાર હવે નિકાલ કરશે. એ વખતની શિવસેનાની સરકારે મનોરંજન વેરો માફ કર્યો હતો, પરંતુ એ આદેશને બિનતાર્કીક ગણાવતાં મુંબઈ વડી અદાલતે બિનઅમલી બનાવતાં વિષય પાછો રાજ્ય સરકારને સુપરત કર્યો હતો. એ વિષયને રાજ્યની નવી મહાવિકાસ આઘાડી સરકારે ફરી હાથ ધરી અને કરમાફીને બહાલી આપી છે.
ગઈ કાલે યોજાયેલી રાજ્યના પ્રધાનમંડળની બેઠકમાં આ બાબતે નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે એ વખતે શિવસેનાના ઉપક્રમ શિવઉદ્યોગ સેનાનું નેતૃત્વ સંભાળતા હતા. તેમણે અંધેરીના વીરા દેસાઈ રોડ પરના સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં માઇકલ જૅક્સનના કૉન્સર્ટનું આયોજન કર્યું હતું.

