ટીનેજરે મમ્મીનો અનૈતિક સંબંધ જાહેર કર્યો એનું મમ્મીએ વેર વાળ્યું
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
પુણેના બિબવેવાડી પરિસરમાં અત્યંત ચોંકાવનારી ઘટના બની છે. મમ્મીનું પ્રેમપ્રકરણ ટીનેજ પુત્રીએ ઉઘાડું પાડ્યું એનું વેર વાળવા સગી જનેતાએ પુત્રીનાં કપડાં ફાડી નાખીને તેને અર્ધનગ્ન કરી દીધા બાદ તેનો વિડિયો શૂટ કર્યો હતો અને પોતાના બૉયફ્રેન્ડ અને સંબંધીઓને મોકલ્યો હતો. આટલું કરવાથી પણ સંતોષ ન થતાં ટીનેજ પુત્રીને પોતાના બૉયફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરી હતી. ટીનેજ પુત્રીએ તેની મમ્મીના એક યુવક સાથે અનૈતિક સંબંધ હોવાની વાત મકાનમાલિકને કરી હતી. આથી ગુસ્સે ભરાયેલી તેની મમ્મીએ આવું અત્યંત શરમજનક પગલું ભર્યું હતું. ટીનેજરે બાદમાં સંબંધીઓની મદદથી પોલીસમાં ફરિયાદ નોંધાવતાં બિબવેવાડી પોલીસે ભારતી વિકાસ કુર્હાડે અને તેના બૉયફ્રેન્ડ ગુરુદેવ કુમાર સ્વામીની શનિવારે ધરપકડ કરી હતી. આ ઘટનાની જાણ થતાં બિબવેવાડી પરિસરમાં ખળભળાટ મચી ગયો છે.

