Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > PM Modi Meditation: ‘ચારેય બાજુ કેમેરા લગાવીને...’ નરેન્દ્ર મોદી પર વરસી પડ્યા સંજય રાઉત

PM Modi Meditation: ‘ચારેય બાજુ કેમેરા લગાવીને...’ નરેન્દ્ર મોદી પર વરસી પડ્યા સંજય રાઉત

Published : 01 June, 2024 02:24 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

PM Modi Meditation: સંજય રાઉત ચૂંટણી પરિણામને કેન્દ્રમાં રાખીને કહે છે કે 4 જૂન બાદ દેશમાં ઊંધુ ચક્ર ફરશે. અમને કોઈ ચિંતા અને ડર નથી.

નરેન્દ્ર મોદી અને સંજય રાઉતની ફાઇલ તસવીરનો કોલાજ

નરેન્દ્ર મોદી અને સંજય રાઉતની ફાઇલ તસવીરનો કોલાજ


કી હાઇલાઇટ્સ

  1. નરેન્દ્ર મોદીની ચારેય બાજુ 27 કેમેરા મૂકવામાં આવ્યા છે
  2. સંજય રાઉતે તેને લોકસાધનાનું અપમાન ગણાવ્યું હતું
  3. સંજય રાઉતે કહ્યું કે અજિત પવાર અને એકનાથ શિંદે મહારાષ્ટ્રમાં સફળ નહીં થાય

આજે સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટેનું મતદાન થઈ રહ્યું છે. આ મતદાન પૂર્ણ થયા બાદ હવે આ લોકસભા ચૂંટણીનું પરિણામ ચોથી જૂને બહાર પડશે. ત્યારે સમગ્ર ચિત્ર રજૂ થઈ જશે. અત્યારે નરેન્દ્ર મોદી તેમના ધ્યાન (PM Modi Meditation)ને કારણે ચર્ચામાં છે.


ચોથી જૂન પછી બધા ચક્રો....: સંજય રાઉત



હાલમાં ચૂંટણી પ્રચાર પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કન્યાકુમારીમાં સ્વામી વિવેકાનંદ મેમોરિયલમાં ધ્યાન (PM Modi Meditation) કર્યું. આ અંગે ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હોવાનું સામે આવી રહ્યું છે. સંજય રાઉતે વડાપ્રધાન મોદીના ધ્યાન-ધારણાની કેટલીક તસવીરો વિશે વાત કરતા કહ્યું હતું કે, `4 જૂન પછી ચક્ર ઉંધા થઈ જશે`


સંજય રાઉત ચૂંટણી પરિણામને કેન્દ્રમાં રાખીને કહે છે કે 4 જૂન બાદ દેશમાં ઊંધુ ચક્ર ફરશે. અમને કોઈ ચિંતા અને ડર નથી. 

નરેન્દ્ર મોદીની ધ્યાન-ધારણા બદલ શું બોલ્યા સંજય રાઉત?


આ મુદ્દે સંજય રાઉતે કહ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ની ચારેય બાજુ 27 કેમેરા મૂકવામાં આવ્યા છે. ધ્યાન (PM Modi Meditation)માં તલ્લીન વ્યક્તિ કેમેરા તરફ જોતી નથી. જો કે, વડાપ્રધાન મોદી તો ચારેય બાજુએ 27 કેમેરા મૂકીને ધ્યાન કરી રહ્યા છે. આ લોકસાધનાનું અપમાન છે. ધ્યાન કરતી વખતે પ્રાચીન સમયમાં લોકોએ કેટલી સિક્યુરિટી વાપરી હતી? અને હવે ત્રણ હજાર સુરક્ષા ગાર્ડ હાથ પકડીને આ ધ્યાન કરી રહ્યા છે”

PM Modi Meditation: તમને જણાવી દઈએ કે થોડા દિવસો અગાઉ સંજય રાઉતે મહાગઠબંધન પર એકબીજાના ઉમેદવારોને તોડી પાડવાનો આરોપ સુદ્ધાં લગાવ્યો હતો. વળી તેઓએ કહ્યું હતું કે, “હું જે લખું છું તે સત્ય પર આધારિત છે, તેથી તમે મારી સાથે ચર્ચા કરો. મહાયુતિમાં પડાપડીનો ખેલ ચાલી રહ્યો છે. તે તેમનો આંતરિક પ્રશ્ન છે. જો કે અમારી લડાઈ ભાજપ સાથે હતી. અમે ભાજપને હરાવી રહ્યા છીએ"

સંજય રાઉતે સરકાર પર આકરી ટીકા કરતાં જણાવ્યું કે ભ્રષ્ટાચારના કારણે બનેલી એક વધારાની બંધારણીય સરકારે મને ભ્રષ્ટાચારના આરોપ માટે નોટિસ મોકલી છે. તેઓ પડકારે છે કે તેઓ મારી સામે કેસ કરે. મહારાષ્ટ્રની ચૂંટણીમાં આ લોકોએ પૈસાનો વરસાદ કર્યો એ વાત સાચી છે. 4 જૂન પછી ચક્ર ઉંધા ફરવાના છે. ત્યારે જોઈએ. ગમે તેટલો પૈસાનો વરસાદ થાય, અજિત પવાર અને એકનાથ શિંદે મહારાષ્ટ્રમાં સફળ નહીં થાય.

આ સાથે જ સંજય રાઉતે તો એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે 4 જૂને બધાને ખબર પડશે કે જાઈન્ડિયા ગઠબંધન જીતે છે. વળી તેમણે કહ્યું કે આખો દેશ રાહુલ ગાંધી (Rahul Gandhi)ની સાથે છે. સૌ રાહુલ ગાંધીના પક્ષમાં છે, રાહુલ ગાંધીને જાણીજોઇને બદનામ કરવામાં આવ્યા છે. તેમણે આ ચૂંટણીમાં ખૂબ જ મહેનત કરી છે. આપણે બધાએ જોયું છે. તેથી તેમને અમારો ટેકો હશે, એમ સંજય રાઉતે પોતાની વાતમાં જણાવ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

01 June, 2024 02:24 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK