ગર્વ કરો આ ગુજરાતી પર
સારા કામ માટે કેન્દ્ર સરકારે આપેલી આ પાવતી છે અને એટલે વિશેષ આનંદ થાય છે. આ શબ્દો છે સામાજિક કામ માટે પદ્મશ્રી અવૉર્ડ માટે જેમનું નામ જાહેર થયું છે એવા પુણેની ધ પુણે બ્લાઇન્ડ મેન્સ અસોસિએશન (પીબીએમએ)ના પ્રમુખ નિરંજન પ્રાણશંકર પંડ્યાના. ગુજરાતમાં સિહોર ગામમાં ૧૯૪૫ની ૪ ઑગસ્ટે ઔદીચ્ય બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા નિરંજનભાઈએ ૧૭ વર્ષની વયે ક્રિકેટ રમતી વખતે બૉલ તેમના કપાળમાં વાગતાં આંખ ગુમાવી હતી. તેમણે કહ્યું હતું કે ‘અમારી સંસ્થાએ અઢી લાખ જેટલાં આંખનાં ઑપરેશન કયાર઼્ છે જેમાંનાં ૬૦ ટકા ઑપરેશન ફ્રી હતાં. હજી અમારે બે હૉસ્પિટલ ખોલવી છે.’
જન્મ સિહોરમાં થવા છતાંય નિરંજનભાઈએ કર્મભૂમિ પુણેને બનાવી હતી અને આંખ ગુમાવ્યા બાદ પણ હિંમત હાર્યા વિના પોતાનો અભ્યાસ ચાલુ રાખીને સોશ્યોલૉજી સાથે બી.એ. (બૅચલર ઑફ આટ્ર્સ)ની પદવી મેળવી હતી. ૧૯૬૬માં તેઓ પીબીએમએમાં ઑનરરી સેક્રેટરી તરીકે જોડાયા હતા. તેમણે પોતાનું સમગ્ર જીવન જોઈ ન શકતા લોકોના કલ્યાણ તેમ જ અંધાપો રોકવા માટેના કાર્ય માટે સમર્પિત કર્યું હતું. ૧૯૭૧માં જર્મન વૉર બ્લાઇન્ડ મેન્સ અસોસિએશને તેમને વેસ્ટ જર્મની, હૉલૅન્ડ તથા સ્વિટ્ઝરલૅન્ડમાં જોઈ ન શકતા લોકો માટે ચાલતા પુન: સ્થાપન તથા ટ્રેઇનિંગના કાર્યને જોવા આમંત્રણ આપ્યું હતું. ૧૯૭૧માં તેઓ પીબીએમએના ચીફ એક્ઝિકયુટિવ સેક્રેટરી બન્યા હતા તેમ જ જોઈ ન શકતા લોકો માટે ટેક્નિકલ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટની શરૂઆત કરી હતી. ભારત સરકાર દ્વારા અંધત્વને રોકવા તથા અંકુશમાં રાખવા માટે બનાવવામાં આવેલી ડિસ્ટિÿક્ટ કમિટીના પણ તેઓ સભ્ય છે.
નિરંજનભાઈના પરિવારમાં પત્ની અને બે પરિણીત પુત્રી છે. તેમણે ૩૦ દેશનો પ્રવાસ કર્યો છે અને જર્મનીમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે. તેમની સંસ્થા પુણેમાં એચ. વી. દેસાઈ આઇ હૉસ્પિટલ, જોઈ ન શકતાં બાળકો માટે ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ અને સાંઈબાબા બ્લાઇન્ડ લેડી હોમ તથા નંદુરબારમાં કાંતા લક્ષ્મી આઇ હૉસ્પિટલનું સંચાલન કરે છે.
૨૦૧૧ના પદ્મ અવૉર્ડ્સના વિજેતાઓની યાદી
કેન્દ્ર સરકારે ગઈ કાલે ૨૦૧૨ના પદ્મ અવૉર્ડ્સની જાહેરાત કરી હતી. આ જાહેરાત પ્રમાણે કુલ ૧૦૯ જાણીતી વ્યક્તિઓને પદ્મ અવૉર્ડ આપવામાં આવ્યા છે જેમાં પાંચને પદ્મવિભૂષણ, ૨૭ને પદ્મભૂષણ અને ૭૭ને પદ્મશ્રી અવૉર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ અવૉર્ડ્સ કલા, સમાજસેવા, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, જાહેર સેવા, વેપાર અને ઉદ્યોગ, મેડિસિન, ખેલકૂદ, સિવિલ સેવા, સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન માટે આપવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ આ વર્ષે માર્ચ અથવા તો એપ્રિલમાં રાષ્ટ્રપતિભવનમાં યોજાનારા ખાસ સમારંભમાં આ અવૉર્ડ્સ આપશે.
પદ્મવિભૂષણ વિજેતાઓમાં દિવંગત મારિયો ડી મિરાન્ડા, કાર્ટૂનિસ્ટ, ગોવા; દિવંગત ડૉક્ટર ભૂપેન હઝારિકા, આર્ટ-વોકલ મ્યુઝિક, આસામ; ડૉક્ટર કાન્તિલાલ હસ્તીમલ સંચેતી, મેડિસિન-ઑર્થોપેડિક, મહારાષ્ટ્ર સહિત પાંચ વ્યક્તિનો સમાવેશ છે. પદ્મભૂષણ વિજેતાઓમાં શબાના આઝમી, આર્ટ, મહારાષ્ટ્ર; જતીન દાસ, આર્ટ-પેઇન્ટિંગ, દિલ્હી; ધર્મેન્દ્ર, આર્ટ-સિનેમા, મહારાષ્ટ્ર; મીરા નાયર, આર્ટ-સિનેમા, દિલ્હી; સત્યનારાયણ ગોએન્કા, સોશ્યલ વર્ક-વિપશ્યના, મહારાષ્ટ્ર; પ્રોફેસર શશીકુમાર ચિત્રે, સાયન્સ ઍન્ડ એન્જિનિયરિંગ, મહારાષ્ટ્ર; ડૉક્ટર એમ. એસ. રઘુનાથન, સાયન્સ ઍન્ડ એન્જિનિયરિંગ, મહારાષ્ટ્ર; બાલાસુબ્રમણ્યમ મુથુરામ, ટ્રેડ ઍન્ડ ઇન્ડસ્ટ્રી, મહારાષ્ટ્ર; ડૉક્ટર સુરેશ એ. અડવાણી, મેડિસિન-ઑન્કોલૉજી, મહારાષ્ટ્ર; ડૉક્ટર નૌશિર એચ. વાડિયા, મેડિસિન-ન્યુરોલૉજી, મહારાષ્ટ્ર સહિત ૨૭ વ્યક્તિનો અને પદ્મશ્રી વિજેતાઓમાં અનુપ જલોટા, કલા-વોકલ, મહારાષ્ટ્ર; ડૉક્ટર સ્વાતિ પિરામલ, વેપાર અને વાણિજય, મહારાષ્ટ્ર; ડૉક્ટર મુકેશ બત્રા, મેડિસિન-હોમિયોપથી, મહારાષ્ટ્ર અને સહિત ૭૭ વ્યક્તિનો સમાવેશ છે.
ADVERTISEMENT


