શિવસેનાનો એક પણ ઉમેદવાર બંગાળમાં ડિપોઝિટ બચાવી ન શક્યો હોત : રામ કદમ
રામ કદમ
શિવસેનાએ બંગાળમાં મમતા બૅનરજીની તૃણમૂલ કૉન્ગ્રેસને સપોર્ટ જાહેર કરીને પોતે એક પણ ઉમેદવાર ન ઉતારવાનો નિર્ણય લીધો છે. એના પર હવે બીજેપીના વિધાનસભ્ય રામ કદમે જોરદાર ટીકા કરી છે. રામ કદમે કહ્યું હતું કે જેમને (મમતા બૅનરજીને) જય શ્રીરામ બોલવામાં શરમ આવે છે એને શિવસેનાએ ટેકો આપ્યો છે એ શરમજનક છે.
રામ કદમે શિવસેનાની ટીકા કરતાં કહ્યું કે ‘બંગાળની ચૂંટણીમાં શિવસેના પોતે કેમ ઝુકાવતી નથી? જો શિવસેના ઝુકાવે તો એને એની ઔકાતની ખબર પડે. બિહારની ચૂંટણીમાં ઝુકાવનાર શિવસેનાનો એક પણ ઉમેદવાર જીતી ન શક્યો એટલે એના પરથી બોધપાઠ લઈને હવે શિવસેના બંગાળમાં ઝુકાવવાની નથી. જો શિવસેના બંગાળમાં ચૂંટણી લડી હોત તો એક પણ ઉમેદવારની ડિપોઝિટ બચાવી ન શકી હોત.’

