મલિક (62) વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ ભાગેડુ માફિયા ડોન દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓની પ્રવૃત્તિઓ સાથે સંબંધિત છે
ફાઇલ તસવીર
મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલ મહારાષ્ટ્ર (Maharashtra)ના પૂર્વ પ્રધાન નવાબ મલિક (Nawab Malik)ની જામીન અરજી પર મુંબઈની વિશેષ અદાલત હવે 30 નવેમ્બરે પોતાનો ચુકાદો આપી શકે છે. કોર્ટે ગુરુવારે કહ્યું, “ચુકાદો હજુ તૈયાર નથી.” વિશેષ ન્યાયાધીશ આર.કે.એન. રોકડેએ 14 નવેમ્બરના રોજ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ મલિકના જામીન પરનો આદેશ અનામત રાખ્યો હતો. ગુરુવારે સુનાવણી શરૂ થતાં જ કોર્ટે કહ્યું કે હજુ નિર્ણય તૈયાર નથી.
30 સપ્ટેમ્બરે નિર્ણય સંભળાવવામાં આવી શકે છે
ADVERTISEMENT
મલિક (62) વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ ભાગેડુ માફિયા ડોન દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓની પ્રવૃત્તિઓ સાથે સંબંધિત છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આ વર્ષે ફેબ્રુઆરીમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP) નેતા મલિકની ધરપકડ કરી હતી.
મની લોન્ડરિંગ માટે કાર્યવાહી કરવા માટે કોઈ કારણ નથી
મલિક હાલ ન્યાયિક કસ્ટડીમાં છે અને મુંબઈની એક હૉસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. મલિકે જુલાઈમાં વિશેષ અદાલત સમક્ષ નિયમિત જામીન અરજી દાખલ કરી હતી. એનસીપીના નેતાએ જામીન માગતી વખતે કહ્યું હતું કે મની લોન્ડરિંગ માટે તેમની સામે કાર્યવાહી કરવા માટે કોઈ કારણ નથી.
જો કે, તપાસ એજન્સીએ જામીનનો વિરોધ કરતા કહ્યું કે “નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા દાઉદ ઈબ્રાહિમ અને તેના સાગરિતો સામે નોંધાયેલ કેસને મલિકની કાર્યવાહી માટે આધાર તરીકે ગણી શકાય. EDએ દાવો કર્યો હતો કે આરોપી ઈબ્રાહિમ અને તેની બહેન હસીના પારકર સાથે વ્યાપારી સંબંધો ધરાવે છે, તેથી તેની નિર્દોષતા પર કોઈ પ્રશ્ન નથી.
આ પણ વાંચો: થાણેમાં આ શખ્સે સ્મશાન ગૃહમાં ઉજવ્યો બર્થડે, પણ શા માટે? જાણો કારણ