મુંબઈ : સલમા આગાની દીકરીને મળી બળાત્કારની ધમકી
ઝારા ખાન
મૂળ પાકિસ્તાનની બ્રિટિશ અભિનેત્રી સલમા આગાની દીકરી ઝારા ખાનને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બળાત્કારની ધમકી મળતાં તેણે ઓશિવરા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
અભિનેત્રી અને ગાયિકા ઝારા ખાને ઔરંગઝેબ, દેશી કેટ્ટી સહિત અનેક બૉલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. પોલીસ-ફરિયાદમાં તેણે કહ્યું હતું કે ૨૮ ઑક્ટોબર અને ત્રીજી નવેમ્બર દરમ્યાન મને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર અજાણી વ્યક્તિ તરફથી ઘણા અપમાનજનક સંદેશા મળ્યા હતા.
ADVERTISEMENT
આ સંદેશાઓને કારણે તે અંધેરીના પોતાના ઘરની બહાર નીકળતાં પણ ડરતી હતી. તપાસ દરમ્યાન પોલીસને ઇન્સ્ટાગ્રામ પર સંદેશા મોકલનાર હૈદરાબાદમાં એમબીએનો અભ્યાસ કરતી ૨૩ વર્ષની યુવતી હોવાનું જાણવા મળ્યું હતું.
ઓશિવરા પોલીસ-સ્ટેશનના વરિષ્ઠ અધિકારી દયાનંદ બાંગરે કહ્યું હતું કે ‘ઝારા ખાને ફરિયાદ કર્યા બાદ અમે કેસ નોંધીને તત્કાળ સાઇબર વિભાગને જાણ કરી ઇન્સ્ટાગ્રામની ટીમની મદદ લીધી હતી. લોકલ આઇપી ઍડ્રેસની મદદથી અમે આરોપી સુધી પહોંચી શક્યા હતા. આરોપીની ઓળખ નુરાહ સારાવર તરીકે કરાઈ છે. પોલીસે જણાવ્યા મુજબ આરોપીએ બનાવટી ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવ્યું હતું. આરોપી યુવતીએ તપાસકર્તા અધિકારીને કહ્યું હતું કે તે અને તેના સાથીઓ બીજેપી સાથે કામ કરે છે અને ઝારા ખાનને ટાર્ગેટ કરી રહ્યાં હતાં. તપાસ દરમ્યાન આરોપી યુવતી માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાતાં પોલીસે તેને નોટિસ આપી છે. જોકે ધમકીભર્યા સંદેશાઓ મોકલવા પાછળનો તેનો આશય હજી સુધી જાણી શકાયો નથી. આરોપી વિરુદ્ધ આઇપીસીની વિવિધ કલમ હેઠળ કેસ નોંધાયો છે.’
પોલીસે આ કેસમાં હવે ફરિયાદ નોંધીને તપાસની શરૂઆત કરી છે અને તેમને આશા છે કે આ કેસમાં બહુ જ ઝડપથી આરોપી પકડાઈ જશે. પોલીસે આ ફરિયાદને ઘણી જ ગંભીરતાથી લઈને આની તપાસ શરૂ કરી છે. જોકે આ કેસમાં શંકા યુવતી સામે હોવાને કારણે આશ્ચર્ય થયું છે

