છેવટે માલેગાવ બ્લાસ્ટ કેસમાં પ્રજ્ઞા ઠાકુર કોર્ટમાં હાજર રહ્યાં
ફાઈલ તસવીર
૨૦૦૮ના માલેગાંવ કેસનાં આરોપી બીજેપીનાં સંસદસભ્ય પ્રજ્ઞા ઠાકુર ગઈ કાલે અહીંની સ્પેશ્યલ કોર્ટ સમક્ષ હાજર રહ્યાં હતાં.
પ્રજ્ઞા ઠાકુર કોર્ટના પાછળના ભાગમાં આવેલા આરોપીઓ માટેના બૉક્સમાં કેસના અન્ય ચાર આરોપીઓ સાથે બેઠાં હતાં, જેની તપાસ એનઆઇએ દ્વારા હાથ ધરાઈ હતી. ગયા મહિનામાં બે વખત કોર્ટ સમક્ષ હાજર રહેવામાં નિષ્ફળ રહેલાં પ્રજ્ઞા ઠાકુરને ૨૦૨૦ની ૧૯ ડિસેમ્બરે સ્પેશ્યલ કોર્ટના જજે કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહેવાની અંતિમ તક આપી હતી. આ પહેલાં ૨૦૧૯માં કોર્ટે કહ્યું હતું કે જામીન પર જેલની બહાર રહેલા કેસના તમામ ૭ આરોપીઓએ અઠવાડિયામાં એક વખત કોર્ટમાં હાજર રહેવું જોઈએ.
ADVERTISEMENT
ગઈ કાલે પ્રજ્ઞા ઠાકુર અને અન્ય ચાર આરોપીઓ લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત, સમીર કુલકર્ણી, રમેશ ઉપાધ્યાય અને સુધાકર ચતુર્વેદી કોર્ટ સમક્ષ હાજર રહ્યાં હતાં, જ્યારે અન્ય બે આરોપીઓ અજય રાહીરકર અને સુધાકર દ્વિવેદી ઉપસ્થિત રહ્યા નહોતા.
કેસનો અન્ય એક સાક્ષી કોર્ટમાં હાજર રહ્યો હતો, પરંતુ ઍડ્વોકેટ દ્વિવેદી હાજર ન હોવાથી તેની ક્રૉસ એક્ઝામિનેશન કરી શકાઈ નહોતી.

