Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વાહનોમાં HSRP બેસાડવામાં વિલંબ કેમ?

વાહનોમાં HSRP બેસાડવામાં વિલંબ કેમ?

Published : 30 October, 2026 07:32 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શો-કૉઝ નોટિસનો જવાબ આપવા માટે તમામ ૨૭ RTOને ૭ દિવસની મુદત આપવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વાહનોમાં હાઈ સિક્યૉરિટી રજિસ્ટ્રેશન પ્લેટ્સ (HSRP) બેસાડવામાં વિલંબ થવાને પગલે મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ કમિશનર રાજેશ નાર્વેકરે ૨૭ રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)ના હેડને શો-કૉઝ નોટિસ મોકલી છે. ૨૦૧૯ની પહેલી એપ્રિલ પહેલાં રજિસ્ટર થયાં હોય એવાં પચાસ ટકા વાહનોમાં હજી સુધી HSRP બેસાડવામાં આવી નથી. આ વિલંબ શા માટે થયો અને અપેક્ષિત સમયમર્યાદામાં આ પ્રક્રિયા કેમ પૂરી નથી થઈ એ વિશે સ્પષ્ટતા કરવાનું શો-કૉઝ નોટિસમાં જણાવવામાં આવ્યું છે. 
શો-કૉઝ નોટિસનો જવાબ આપવા માટે તમામ ૨૭ RTOને ૭ દિવસની મુદત આપવામાં આવી છે. જો આ મુદત પૂરી થાય ત્યાં સુધીમાં સંતોષકારક જવાબ નહીં મળે તો RTOના હેડ વિરુદ્ધ નિયમ મુજબનાં પગલાં લેવામાં આવશે એમ નોટિસમાં જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજેશ નાર્વેકરે જુલાઈથી માંડીને અત્યાર સુધી વાહનોમાં HRSP લગાવવાની પ્રક્રિયાની ૩ વખત સમીક્ષા કરી છે. 
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે ૨૦૧૯ની પહેલી એપ્રિલ પહેલાં રજિસ્ટર થયાં હોય એવાં વાહનોમાં ફરજિયાતપણે HSRP લગાવવાનો નિયમ અમલમાં મૂક્યો છે. સાતમી ઑક્ટોબરે જ મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે આ મુદ્દે બેઠક યોજી હતી જેમાં પચીસથી ૩૦ RTOની હદમાં ફક્ત પચાસ ટકા વાહનોમાં જ HSRP બેસાડવામાં આવી હતી. એને પગલે તેમણે નારાજગી પણ વ્યક્ત કરી હતી અને સંબંધિત અધિકારીઓ પાસેથી પ્રક્રિયામાં વિલંબના મુદ્દે સ્પષ્ટીકરણ માગવામાં આવ્યું હતું. 
નિર્દેશોના પાલનના મામલે વરિષ્ઠ અધિકારીઓના સ્તરે જ ઉદાસીનતા દાખવવામાં આવતી હોવાનો ઠપકો પણ એ વખતે પ્રતાપ સરનાઈકે આપ્યો હતો. વારંવાર નિર્દેશ આપવામાં આવ્યો હોવા છતાં અપેક્ષિત સુધારો જોવા ન મળ્યો હોવાને કારણે તેમણે ઠપકો આપ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

30 October, 2026 07:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK