Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ફડણવીસે શિંદેના કર્યા વખાણ પછી વધારી ચિંતા, મંત્રાલયોની વહેંચણીની તારીખ જાહેર

ફડણવીસે શિંદેના કર્યા વખાણ પછી વધારી ચિંતા, મંત્રાલયોની વહેંચણીની તારીખ જાહેર

Published : 06 December, 2024 05:13 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શપથ લીધા બાદ આપેલા ઈન્ટરવ્યૂમાં ફડણવીસે કહ્યું કે ગૃહ મંત્રાલય તો હંમેશંથી અમારી પાસે જ રહ્યું છે. આ રીતે દેવેન્દ્ર ફડણવીસે એ પણ સંકેત એકનાથ શિંદેને આપી દીધો કે ભાજપ હોમ મિનિસ્ટ્રી પર પોતાનો દાવો નહીં છોડે.

એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ (તસવીર સૌજન્ય મિડ-ડે)

એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ (તસવીર સૌજન્ય મિડ-ડે)


હોમ મિનિસ્ટ્રીની ડિમાન્ડ કરતા એકનાથ શિંદેની તેમણે એક જ ઇશારામાં ચિંતા વધારી દીધી છે. શપથ લીધા બાદ આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે ગૃહ મંત્રાલય તો હંમેશંથી અમારી પાસે જ રહ્યું છે. આ રીતે દેવેન્દ્ર ફડણવીસે એ પણ સંકેત એકનાથ શિંદેને આપી દીધો કે ભાજપ હોમ મિનિસ્ટ્રી પર પોતાનો દાવો નહીં છોડે.


મહારાષ્ટ્રના નવા બનેલા સીએમ દેવેન્દ્ર ફડણવીસે ડિપ્ટી સીએમ એકનાથ શિંદેના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે તે ધીરજથી નિર્ણય લેનારા નેતા છે અને મોટાભાગે સમજી-વિચારીને નિર્ણય લે છે. આ સિવાય તેમણે લાડકી બહિણ યોજના શરૂ કરવાની ક્રેડિટ પણ એકનાથ શિંદેને આપી. જો કે, હોમ મિનિસ્ટ્રીની ડિમાન્ડ કરતા એકનાથ શિંદેની એક જ ઇશારામાં ચિંતા પણ વધારી દીધી. શપથ ગ્રહણ બાદ આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે ગૃહ મંત્રાલય તો હંમેશંથી જ અમારી પાસે રહ્યું છે. આ રીતે દેવેન્દ્ર ફડણવીસે એ સંકેત પણ એકનાથ શિંદેને આપી દીધા કે ભાજપ હોમ મિનિસ્ટ્રી પર પોતાનો દાવો નહીં છોડે. જણાવવાનું કે એકનાથ શિંદે હજી પણ હોમ મિનિસ્ટ્રી માટે લૉબિંગમાં લાગેલા છે.



શપથ ગ્રહણ સમારોહ બાદ તેઓ અમિત શાહને પણ મળ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન તેમણે મંત્રાલયની વહેંચણીમાં શિવસેનાને મહત્વ આપવાની માંગ કરી હતી. આવી સ્થિતિમાં, ફડણવીસની ટિપ્પણી મહત્વપૂર્ણ છે કે ગૃહ મંત્રાલય હંમેશા ભાજપ પાસે રહ્યું છે. એકનાથ શિંદેની સરકારમાં ડેપ્યુટી સીએમ રહીને તેઓ પોતે ગૃહ મંત્રાલય સંભાળતા હતા. હવે એકનાથ શિંદેનું કહેવું છે કે જો તેઓ આ જ ફોર્મ્યુલા હેઠળ ડેપ્યુટી સીએમ બની રહ્યા છે તો તેમને ગૃહ મંત્રાલય આપવામાં આવે.


આ સાથે દેવેન્દ્ર ફડણવીસે મંત્રાલયોના વિભાજનની છેલ્લી તારીખ પણ આપી દીધી છે. તેમણે કહ્યું કે 16 ડિસેમ્બર સુધીમાં મંત્રાલયોનું વિભાજન કરવામાં આવશે. ફડણવીસે કહ્યું કે એકનાથ શિંદે અને અજિત પવાર સાથે મળીને અમે ઘણી બાબતો નક્કી કરી છે. કોઈ મતભેદ નથી અને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. એટલું જ નહીં, છેલ્લા અઢી વર્ષથી ચાલતી સરકારના મંત્રીઓને રિપીટ કરવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે પહેલા મૂલ્યાંકન થશે. અમે મૂલ્યાંકન કર્યા પછી જ મંત્રીઓ અંગે નિર્ણય લઈશું. દેવેન્દ્ર ફડણવીસે પણ `આજ તક`ને આપેલા ઈન્ટરવ્યુમાં અજિત પવારના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે પશ્ચિમ મહારાષ્ટ્રે સાબિત કર્યું છે કે તે શરદ પવારને બદલે અજિત પવારની સાથે છે.

ફડણવીસે ઈવીએમની ગેરરીતિઓ અને કોંગ્રેસ દ્વારા આયોજિત યાત્રા અંગેના સવાલોના જવાબ પણ આપ્યા છે. તેમણે કહ્યું કે આ લોકો જ્યારે ઝારખંડ અને લોકસભા ચૂંટણીમાં જીતે છે ત્યારે એવું નથી કહેતા, પરંતુ મહારાષ્ટ્રમાં આવા સવાલો ઉઠાવી રહ્યા છે. જ્યારે આપણે હારીએ છીએ ત્યારે પ્રશ્નો ઉઠાવવા અને જીતીએ ત્યારે મૌન રહેવું યોગ્ય નથી. બ્રાહ્મણ હોવા છતાં સીએમ બનાવવાના સવાલ પર ફડણવીસે કહ્યું કે લોકો જાતિની વાત નથી કરતા. આ નેતાઓના મગજની ઉપજ છે. તેમણે કહ્યું કે તમામ મરાઠા અને ઓબીસીએ અમને સમર્થન આપ્યું છે. લોકો જ્ઞાતિનું રાજકારણ ત્યારે જ શરૂ કરે છે જ્યારે બીજું કશું સફળ થતું નથી.


Whatsapp-channel Whatsapp-channel

06 December, 2024 05:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK