સમાજવાદી પાર્ટીના નેતાઓએ કહ્યું હતું કે અબુ આઝમીને હાર્ટ અટૅક આવ્યો હતો એટલે તેમને હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી
અબુ આઝમી
વિધાનસભાની ચૂંટણી માટે આવતી કાલે મતદાન થવાનું છે ત્યારે ગઈ કાલે મુંબઈની માનખુર્દ-શિવાજીનગર બેઠકના સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અબુ આઝમીની તબિયત અચાનક ખરાબ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. સમાજવાદી પાર્ટીના નેતાઓએ કહ્યું હતું કે અબુ આઝમીને હાર્ટ અટૅક આવ્યો હતો એટલે તેમને હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. તબિયતમાં સુધારો જણાતા બાદમાં તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. ત્રણ ટર્મથી વિધાનસભ્ય અબુ આઝમી સામે પહેલી વખત મુસ્લિમ ઉમેદવાર નવાબ મલિક ચૂંટણી લડી રહ્યા છે એટલે આ બેઠકમાં કાંટાની ટક્કર થવાની શક્યતા છે.